Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

કપડવંજના બેટાવાડામાં કામધંધો કરવા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા ઉશ્કેરાયેલ પુત્રએ પિતાની કરપીણ હત્યા કરતા અરેરાટી

કપડવંજ:તાલુકાના બેટાવાડામાં કામધંધો કરવા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતાં જ ઉશ્કેરાયેલા પુત્રએ પિતાના માથામાં ધારીયાનો ઝાટકો મારી દેતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે કપડવંજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના બેટાવાડા તાબે દારાજીના મુવાડામાં મોહનભાઈ પુંજાભાઈ ઝાલા (ઉં.વ ૬૫) પોતાના પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર ભવાનભાઈ ઝાલા ગતરોજ સવારના ૧૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે આવી હજી જમવાનું કેમ બનાવ્યું નથી તેમ કહી માતા-પિતાને દમદાટી આપી રહ્યો હતો. જેથી પિતા મોહનભાઈએ તેમના પુત્ર ભવાનભાઈને ઠપકો આપતાં જણાવ્યું હતું કે તુ કોઈ કામધંધો કરતો નથી. અને ઘરખર્ચ પણ આપતો નથી. તો ઘરે જમવાનું કેમ માંગે છે. તેમ કહી ઠપકો આપી ખેતરમાં કામધંધો કરવા જવાનું જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પુત્ર ભવાને હું મને ફાવે તેમ જ કરીશ તેમ કહી ધારીયું લઈ આવી પિતા મોહનભાઈ પર હુમલો કર્યો હતો. 

(6:00 pm IST)