Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

વડોદરાના વાઘોડિયા તાલુકામાંથી બીયરના ટીન ભરેલ કાર સાથે પોલીસે બરાનપુરાના શખ્સને રંગે હાથે ઝડપ્યો

વડોદરા:વાઘોડિયા તાલુકામાંથી દારૃનો જથ્થો ભરેલી કાર વડોદરા શહેર તરફ આવે તે પહેલાં જ મોટી માણેકપુરાની કેનાલ પાસે ઝડપાઇ ગઇ હતી. કારમાંથી એક શખ્સ ફરાર થઇ ગયો હતો જ્યારે બરાનપુરામાં રહેતો એક શખ્સ ઝડપાતા  વધુ તપાસ હાથ ધરાઇ છે.

બોડેલી તરફથી ઇઓન કારમાં દારૃનો જથ્થો ભરીને આ કાર વાઘોડિયા કેનાલ થઇ વડોદરા શહેર તરફ જનાર છે તેવી બાતમી જિલ્લા એલસીબીને મળતા આજે મોટી માણેકપુરા મેઇન કેનાલ પાસે પોલીસના માણસો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતા કારમાંથી એક શખ્સ ઉતરીને ભાગી ગયો હતો.

(5:59 pm IST)