Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે મહિલાની ઘરમાં હત્યા કરી લૂંટારુઓ 45 હજારની લૂંટ ચલાવી છૂમંતર.....

વડોદરા:કારેલીબાગ પાણીની ટાંકી નજીકના એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે એક મહિલાને ગળે ચાકુ મૂકી બે લુટારુ રોકડા રૂ. 45 હજારની લૂંટ કરી ગયા હોવાનો બતાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કારેલીબાગ પાણીની ટાંકી પાછળ ગબ્બર એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા માનસીબેન જીગ્નેશ ભાઈ પટેલ (ઉ.વ.વર્ષ 26) ગઈ કાલે બપોરે બાર વાગ્યાના અરસામાં ઘરમાં હાજર હતા ત્યારે ઉપરોક્ત બનાવ બન્યો હતો.માનસી બેન ઘરમાંથી કચરો કાઢી બહાર ની નાખવા ગયા તે વખતે ટેરેસ માંથી યુવક ઉતર્યા હતા.

જે પૈકી એક લૂંટારુએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.જ્યારે બીજા એ માથે અંબોડી બાંધી હતી. એક યુવકે માનસી બેન ના ઘરે ચપ્પુ મૂકી ધમકી આપી હતી અને તિજોરીની ચાવી આપી દેવા કહેતા તેમણે તિજોરીની ચાવી આપી હતી.

(5:57 pm IST)