Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ગાંધીનગર જિલ્લામાં જુદા-જુદા સ્થળેથી પોલીસે બે દિવસમાં 4125 ના મુદામાલ સહીત દારૂની બોટલ જપ્ત કરી

ગાંધીનગર: શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ઠેકઠેકાણે દરોડા કરી બુટલેગરોને દારૂનું વેચાણ કરતાં ઝડપી પણ લેવામાં આવી રહયા છે. ત્યારે શહેરના સે-૩૦ સર્કલ ખાતેથી પોલીસે નિકુંજ મુકેશભાઈ જયસ્વાલ રહે.ડબલડેકર, સે-ર૪ને વિદેશી દારૂની બે બોટલ સાથે કુલ ૪૧રપનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે ચિલોડા પોલીસે પણ ચંદ્રાલા ગામે ભાગોળવાળા વાસ ખાતે બંધ મકાનમાં પાછળ ઝાડીના ભાગેથી વિદેશી દારૂની ૧ર બોટલ કબ્જે કરી ચંદ્રાલાના પ્રજાપતિવાસમાં રહેતા કિશન વિનોદભાઈ દરજીને કુલ ૪ર૦૦ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. 

તો ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા ગામની સીમ પાસેથી સાબરમતી રામનગરના ઠાકોરવાસમાં રહેતા ચિરાગ મનુભાઈ ઠાકોરને વિદેશી દારૂની સાત બોટલ સાથે ઝડપી લઈ મોપેડ અને દારૂ મળી કુલ ર૭ર૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારે પેથાપુર પોલીસે પણ રૂપાલ ગામે નારદીપુર ત્રણ રસ્તા પાસેથી પાલૈયાના પ્રદીપસિંહ ભરતસિંહ વાઘેલાને વિદેશી દારૂની ચાર બોટલ અને મોપેડ મળી કુલ ૫૯૯૯૬નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ત્યારે જેતે પોલીસ સ્ટેશનમાં બુટલેગરો સામે ગુનો દાખલ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(5:57 pm IST)