Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સ્ટેટ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ વધારવા મટે હવે પ્રતિમા પાસે બનશે ટેન્ટ સીટી

વૈશ્વિક સ્તરે પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે અનેક નવતર આયામો

અમદાવાદ : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સીટી બનશે. જે દેશભરના સહેલાણીઓ માટે અનેરો લ્હાવો પૂરો પાડશે. આ સ્થળને વૈશ્વિક સ્તરે પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા માટે અનેક નવતર આયામો ઊભા કરવામાં આવી રહ્યા છે

   આ સ્થળની મુલાકાત લેનારા પ્રવાસીઓને કુદરતનું સાનિધ્ય મળી રહે અને તેમને અહીં રોકાવાનું મન થાય તેવું વાતાવરણ સર્જાયું છે. 

   નર્મદાના તટ પર બનેલી સરદાર પટેલની મૂર્તિ પાસે પહેલીવાર વિદેશ મંત્રાલયના વાર્ષિક મુખ્ય મિશનની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

   આ કોન્ફરન્સ દરમિયાન વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પાસે ટેન્ટ સીટી પણ બનાવવામાં આવશે. પહેલા આ કોન્ફરન્સ લોકસભા ચૂંટણીના પગલે ટાળવામાં આવી હતી. પણ હવે સપ્ટેમ્બર મહિનામાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ભારતીય રાજદૂતો અને ઉચ્ચાયોગ પણ ભાગ લેશે. આ કોન્ફરન્સનો હેતુ વિદેશમાં રહેતા ભારતીયોને સાધવાનો છે.

(1:37 pm IST)