Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ગુજરાતમાં શાંતિ, સલામતી અને વિકાસની તેજ ગતિ જાળવવા જગન્નાથજીની કૃપા અવિરતઃ વિજયભાઈ

કચ્છી નૂતન વર્ષ અને અષાઢી બીજ નિમિતે મુખ્યમંત્રીની શુભકામના : અમદાવાદમાં સતત ત્રીજા વખત રથયાત્રાની પહિન્દવિધિ કરાવતા રૂપાણી

ગાંધીનગર,તા.૪: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રા ને આ વર્ષે ભગવાન ના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભકતો શ્રદ્ઘાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભકતોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે. તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ઘિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.

તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાત માં અનેક શહેરો નગરો માં ભકિત ભાવ પૂર્વક રથ યાત્રા નીકળે છે અને આજના દિવસે લોકો જગન્નાથ મય બની આનંદ ઉલ્લાસ થી આ યાત્રામાં જોડાય છે.

અષાઢી બીજ કચ્છીઓ નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રીશ્રી એ કચ્છી સમાજ ના સૌ ભાઈ બહેનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા આજે લોકોત્સવ બની છે ત્યારે ભગવાન જગન્નાથ સૌને શાંતિ-સલામતી અને સુરક્ષા આપે ગુજરાત ની પ્રગતિ વિકાસ અને લોકો ની સુખ સમૃદ્ઘિ સતત આગળ ધપતા રહે તેવી અભ્યર્થના છે.

ભગવાન જગન્નાથ આપણી આ ઈચ્છાઓને પુર્ણ કરશે તેવો વિશ્વાસ છે એમ તેમણે ઉમેર્યું હતું.

 ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા રાજય મંત્રી વિભાવરી બહેન દવે મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, અન્ય આગેવાનો-શ્રધ્ધાળુઓ વગેરે વીશાળ સંખ્યા માં જગન્નાથજી ના દર્શન અર્ચન માટે ઉપસ્થિત રહ્યા હતાં.

(1:27 pm IST)