Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટ પહોંચ્યા :કોંગ્રેસ દ્વારા 30 રૂમો બુક કરાવાયા: નવ જેટલાં ધારાસભ્યો ગેરહાજર

માઉન્ડ આબુની ચર્ચા વચ્ચે ખાનગી લક્ઝરી બસ પાલનપુરના બાલારામ રિસોર્ટ પહોંચી

અમદાવાદ " રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. તેનાથી બચવા માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈ પાલનપુર ખાતે આવેલાં બાલારામ રિસોર્ટ પહોંચી છે. અહીં કોંગ્રેસ દ્વારા 30 રૂમો બૂક કરવામાં આવ્યા છે બે દિવસ પછી રાજ્યસભાની સીટ માટે ચૂંટણી યોજાવાની છે. તેવામાં કોંગ્રેસ દ્વારા ભરવામાં આવેલું પગલું 2017નું પુનરાવર્તન હોવાનું લોકો જણાવી રહ્યા છે.

   પહેલાં ચર્ચા હતી કે, કોંગ્રેસ ધારાસભ્યોને લઈ માઉન્ટ આબુ જશે. પણ બાદમાં કોંગ્રેસ ખાનગી લક્ઝરી બસમાં પાલનપુર ખાતેના બાલારામ રિસોર્ટ પહોંચી હતી.

કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટ પહોંચ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યોને લઈ રિસોર્ટમાં ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ધારાસભ્યો પર પણ કોંગ્રેસ ચાપતી નજર રાખી રહી છે. જો કે, કોંગ્રેસના નવ જેટલાં ધારાસભ્યો રિસોર્ટમાં સાથે આવવા જોડાયા નથી. અલ્પેશ ઠાકોર પણ રિસોર્ટ માટે ગયો હતો.

(10:47 pm IST)