Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

હવે સાબરકાંઠા જિલ્લામાં પણ પોલીસકર્મીઓએ હેલ્મેટ પહેરવું ફરજીયાત :જિલ્લા પોલીસ વડાએ કર્યો આદેશ

સાબરકાંઠા : હેલમેટ પહેરવાના કાયદાને લોકો વચ્ચે પાલન કરાવતા પહેલા પોલીસકર્મીઓને કાયદાનુ પાલન કરાવવુ પડશે આથી સાબરકાંઠામાં જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મીઓ માટે હેલ્મેટનો કાયદો કડક કર્યો છે. પોલીસ કર્મીઓને હેલમેટ પહેરવા અંગે ખાસ સૂચના આપવામાં આવી છે. પોલીસ હેડક્વાટર્સમાં કોઇ પોલીસકર્મી હેલમેટ વગર ઝડપાશે તો દંડ વસુલવાનો કાયદો કરવામાં આવ્યો છે. એસપીએ જણાવ્યું કે પોલીસકર્મીઓ જો હેલમેટના કાયદાનો ચુસ્તપણે પાલન કરશે તો જનતાને પાલન કરાવી શકશે.

(9:02 am IST)