Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

અમદાવાદની LG હોસ્ટિપલમાં નવજાત બાળકનું બેડ ઉપરથી પડી જતા મોતઃ સ્ટાફ સામે આક્ષેપ

અમદાવાદ :અમદાવાદની એલજી હોસ્પિટલ સતત વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે એલજી હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. સ્ટાફની બેદરકારીના કારણે નવજાત શિશુનુ મોત થયુ હોવાનો હવે આરોપ લાગ્યો છે. વહેલી સવારે શ્રમજીવી પરિવારની મહિલા સાથે દુખદ ઘટના બની હતી, જેમાં તેણે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાનું બાળક ગુમાવ્યું છે. એલજી હોસ્પિટલમાં એક મહિલાને હોસ્પિટલના બેડ પર પ્રસૂતિ થઈ ગઈ હતી. પરંતુ નવજાત બાળક બેડ પરથી નીચે પડ્યું હતું, અને તેનુ મોત નિપજ્યું છે. ત્યારે પરિવારજનોએ આક્ષેપ મૂક્યો છે કે, સમયે નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્ટ હાજર હોવાને કારણે બાળક નીચે પડ્યું હતું.

(5:13 pm IST)