Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સુરતમાં ડોક્ટરની બેદરકારી છતી થઇઃ બેભાન હાલતમાં દર્દી ગાયબ થઇ ગયો

સુરત: સુરત નવી સિવિલમાં અનેક બેજવાબદારી ભરી ઘટનાઓ સામે આવે છે. ત્યારે ડોક્ટર દિવસના બીજા જ દિવસે ડોકટરોની બેદરકારી છતી થઇ છે. જેમાં વહેલી સવારે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક બિનવારસી દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રી મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને મેડિસીન વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે, દર્દી પોસ્ટમોર્ટમરૂમની બહાર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

જેથી તબીબોની બેદરકારીને લઈને ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે. દર્દીઓની સારવાર ન કરવી, સારવાર માટે રઝળાવવા જેવા વિવાદોમાં આવતી રહેતી સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી છે. સમગ્ર ઘટના એવી હતી કે આજે વહેલી સવારે રૂપાલી સર્કલ પાસે એક લકવાગ્રસ્ત વ્યક્તિ ડીવાઈડર પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. જેથી કોઈકે 108ને જાણ કરતા તેને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

દર્દી બેભાન અને ખેંચ આવતી હોવાથી ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં રાત્રી મેડિકલ ઓફિસર નિશા ચંદ્રા દ્વારા એમએલસી કરી મેડિસીન વિભાગમાં રિફર કર્યો હતો. મેડિસીન વિભાગના રેસિડેન્ટ તબીબે તપાસ કરી ત્યારે દર્દી બેભાન હતો. અને રેસિડેન્ટ તબીબ હાથ ધોવા બાથરૂમમાં ગયા બાદ દર્દી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલની એન્ટ્રી બુકમાં દર્દી જતો રહ્યો હોવાનું નોંધ્યું હતું.

(5:12 pm IST)