Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અગાઉ ભગવાનને સોનાના આભુષણો પહેરાવાયાઃ ૧૬ ગજરાજની પૂજા કરાઇ

અમદાવાદ :ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકોની વાર છે, ત્યારે અમદાવાદના મંદિરમાં તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર ઢોલ અને શરણાઈના અવાજથી ગુંજી ઉઠ્યું છે. આવતીકાલે વહેલી સવારે રંગેચંગે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ દિવસની શ્રદ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈને બેસ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સોના વેશમાં સજાવવામાં આવ્યા હતા. આજે ભગવાનને જાંબલી રંગના વાઘા અને શણગાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના સોના વેશનો દર્શન કરવા પહોંચી ગયા છે. 

16 ગજરાજની પૂજા કરવામાં આવી

રથયાત્રાને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રથયાત્રા પહેલા ભગવાને સોનાવેશ ધારણ કર્યો છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આજે સોનાવેશમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથને જાંબલી રંગના વાઘામાં શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં ઢોલ અને શરણાઈના અવાજ અને જય જગન્નાથના નાદ સાથે સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યું છે. તેમજ મંદિરમાં 16 ગજરાજોની પૂજા પણ કરવામાં આવી.

બપોરે ભગવાનના રથની પૂજા કરાશે

બપોરે ત્રણ કલાકે ભગવાનના રથની પૂજા કરવામાં આવશે. તેમજ બપોરે ચાર કલાકે શાંતિ સમિતિની મુલાકાત થશે. ત્યારબાદ બપોરે ચાર કલાકે સીએમ રૂપાણી અને નીતિન પટેલ મંદિરે આવી પહોંચશે અને ભગવાન જગન્નાથની આરતી કરશે. તેના બાદ બપોરે 4.30 કલાકે વિપક્ષના નેતા મંદિર આવશે. અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ઘાનાણી સહિતના નેતાઓ આવી પહોંચશે અને રથનું પૂજન કરશે.

(5:11 pm IST)