Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

ભરૂચમાં મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ નર્મદા નદીનાં બંને કાંઠે 30 થી 40 હેક્ટરમાં ચેરની સિંગનું વાવેતર કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચમાં 10 હેકટરમાં 25 હજાર જેટલા ચેરના રોપાઓનું વાવેતર કરાશે

ભરૂચ :વડાપ્રધાન  મોદીના મિશન લાઈફ, એટલે કે Lifestyle for Environmentની પહેલને વેગ આપવા ભરૂચ જિલ્લામાં ચેર (મેન્ગ્રોવ)ના વૃક્ષોનું વાવેતર હાંસોટમાં વમલેશ્વર મહાદેવના મંદીરે નર્મદા નદીના બંને કાંઠે કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ″મિષ્ટી″ પ્રોજેક્ટ હેઠળ ભરૂચમાં વન વિભાગ દ્વારા વર્ષ દરમિયાન 30 થી 40 હેક્ટરમાં નર્મદા નદીનાં બંને કાંઠે ચેરની સિંગનું વાવેતર કરાયું છે.

 

વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે PM ના 'MISHTI’ મેન્ગ્રોવ ઇનિશિયએટિવ ફોર શોરલાઈન હેબીટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ અભિયાન શરૂ કર્યું છે.

 

અભિયાનના ભાગરૂપે દેશમાં 75 થી વધુ જગ્યાઓએ ચેરના વૃક્ષનું વાવેતર કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, મોરબી, ભાવનગર, વલસાડ અને સુરત જિલ્લાની સાથે ભરૂચમાં પણ ″મિષ્ટી″ કાર્યક્રમ હેઠળ ચેર (મેન્ગ્રોવ)ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.

  •  

(11:39 pm IST)