Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

અમદાવાદીઓની ચાઈનીઝ એપ રીમૂવ કરવા માટે ઝૂંબેશ

કોરોનાથી પાડોશી દેશ ચીન સામેનો વિરોધ વકર્યો : ચીનની અવરચંડાઈની સામે દેશવાસીઓની ચાઈનિઝ એપ્લિકેશન રિમૂવ કરતી એપ્લિકેશનનો ઉપયોગ કર્યો

અમદાવાદ, તા. : જ્યારથી કોરોના વાયરસ નામની મહામારી વિશ્વમાં વ્યાપી રહી છે, ત્યારથી દુનિયાભરના દેશોમાં ચીન અળખામણો દેશ બની રહ્યો છે. તેમાંય ભારતનો તમામ મુદ્દે વિરોધ કરતો ચીન ભારતીયોમાં પ્રત્યે પહેલાથી જરાક વધારે અણગમો છે. બાબતોને કારણે છેલ્લા કેટલાક સમયથી લોકો ચાઈનીઝ માલનો બહિષ્કાર કરવાનો અને ચીનની વસ્તુઓ પ્રતિબંધિત કરવા માટે માગણી કરી રહ્યા છે. ત્યારે ગુગલ પ્લે સ્ટોર પર *ઇીર્દ્બદૃી ઝ્રરૈહટ્ઠ છૅૅજ *નામની એપ્લિકેશન ધૂમ મચાવી રહી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી તમારા ફોનમાં કેટલી ચાઈનીઝ એપ છે તે સ્કેનિંગ થાય છે અને ત્યારબાદ એમાંથી જે ઇચ્છો તે એપ્લિકેશન રિમૂવ કરી શકો છો.

          ખરેખર તો ઘણા સ્માર્ટ ફોન ધારકોને પોતાના ફોનમાં કેટલી ચાઈનીઝ એપ્લિકેશન છે તેની માહિતી પણ નથી હોતી. ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે ભારતીયોને પરેશાન કરી મૂક્યા છે તેમજ દેશના અર્થતંત્રને પણ ડામાડોળ કરી દીધું છે.આટલું ઓછું હોય તેમ છેલ્લા અઠવાડિયાથી ભારતીય બોર્ડર પર ચીનના લશ્કરી દળોની ઘૂસણખોરી અને ખોટી ચહલ-પહલ પણ વધી ગઈ છે જેને કારણે દેશમાં ચીન પ્રત્યે ખાસ્સી નારાજગી જોવા મળી રહી છે. લોકો ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને ચીનની પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવા માટે માગણી કરી રહ્યા છે ત્યારે ટેલિકોમ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ચીનની ઘણી બધી એપ્લિકેશન આપણા સ્માર્ટફોનમાં હોય છે જેનાથી આપણે અજાણ હોઈએ છીએ.

          હવે આપણા ફોનમાં ચાઈનીઝ એપ્લિકેશન કઈ છે તે સરળતાથી જાણી શકાય તેના માટેની *ઇીર્દ્બદૃી ઝ્રરૈહટ્ઠ છૅૅજ *નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી સૌથી વધારે ડાઉનલોડ થઇ રહી છે. લોકો પોતાના ગ્રુપમાં પણ તેની લીંક મૂકીને ચાઈનીઝ એપ્લિકેશન દૂર કરવા માટેની ચલાવી રહ્યા છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે તેમણે પણ એપ્લિકેશનની મદદથી પોતાના સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્લિકેશન રીમુવ કરી દીધી છે.

         હવે ચીનનો બહિષ્કાર કરી આત્મનિર્ભર બનાવવાનો સમય પાકી ગયો છે માટે તેમણે પોતાના જુદા જુદા ગ્રુપમાં પણ એપ્લિકેશનની લીંક મોકલી લોકોને ચાઈનીઝ એપ્લિકેશન દૂર કરવા જાગૃત કર્યા છે. જેના ઉપરથી થ્રી ઇડિયટ જેવી ફિલ્મ બની હતી તેવા કિલોમીટર સોનમ વાંગચૂક પોતાના વિડીયો મેસેજ દ્વારા ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે.

(9:57 pm IST)