Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

મોડાસા તાલુકાના શિણાવાડ ગામની સીમમાં અજાણ્યા ઈસમોએ 21 વીજ લાઈનના થાંભલા સહીત એલ્યુમિનિયમના તારની ચોરી કરી ઈસમો ફરાર

મોડાસા :તાલુકાના શીણાવાડ ગામની સીમમાં અજાણ્યા ચોર ઈસમોએ વિજ લાઈનના ૨૧ થાંભલા અને એલ્યુમિનિયમ ના તાર સહિતના વાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આમ યુજીવીસીએલના સર-સામાનની ચોરી થતાં આ અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

શીણાવાડ-રતનપુર ગામની સીમમાં ગત ૨૫ મે થી ૨૮ મે દરમ્યાન ના સમયગાળામાં કોઈ અજાણ્યા ચોરોએ વિજ લાઈનના ૨૧ થાંભલાઓત્રણ તાર ની વિજ લાઈનના એલ્યુમિનિયમ ના તાર આશરે ૨૩૨૫ મીટર જેની કિ.રૂ.૭૨૭૪૫ તથા પોલીમરી (પ્લાસ્ટીક)ના ડીસ ઈન્સ્યુલેટર નંગ-૩૬ કિ.રૂ.૧૦૫૧૨ તથા પ્લાસ્ટીકના પીન ઈન્સ્યુલેટર નંગ-૪૫ જેની કિ.રૂ.૯૮૫૫ મળી કુલ રૂપિયા ૯૩,૧૧૨ ની મત્તાની ચોરી તથા જીઆઈડીસીના ખુલ્લા પ્લોટના વચ્ચે બનાવેલ પાણી ના સમ્પ ના બંધ હોલમાં લગાડેલ પાઈપો સાથે લોખંડની ધાતુના પાઈપ અને મોટર સાથે કેબલ વાયર આશરે ૮૦ ફુટ તથા બે એર પંખા તથા ત્રણ એલઈડી ફોકસ લાઈટ ની ચોરી કરાઈ હતી. અજાણ્યા ચોરો શીણાવાડ ની સીમમાંથી યુજીવીસીએલ ના સરસામાનની ચોરી કરી નાસી છુટયા હતા.

(6:06 pm IST)