Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વડોદરામાં રાજસ્થાની દારૂનો જથ્થો લાવનાર બે કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યા:730 બોટલો જપ્ત કરાઈ

વડોદરા:રાજસ્થાનથી આસાનીથી દારૃનો જથ્થો લાવનાર કાર અને તેનું પાઇલોટિંગ કરતી કાર મળી બે કાર પોલીસે ઝડપી પાડી દારૃની ૭૩૦  બોટલો કબજે કરી છે.

વડોદરા નજીક હાઇવે પર ગોલ્ડન ચોકડી પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં હતી ત્યારે રાજસ્થાન પાસિંગની કારને પોલીસે આંતરતા તેની પાછળ આવતી  કારના ચાલકે કાર ઉભી રાખવાના બદલે દોડાવી દેતાં પોલીસને શંકા પડી હતી.

પોલીસની એક ટીમે કારનો પીછો કરતાં તેનો ચાલક કાર છોડીને ફરાર થઇ ગયો હતો.પોલીસે તપાસ કરતાં કારમાંથી રૃા.૧.૮૬ લાખની કિંમતનો દારૃ મળ્યો હતો.

(6:02 pm IST)