Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વડોદરા નજીક દીપડાના ચામડાની વિધિ કરવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવનાર કાકા-ભત્રીજાની ધરપકડ

વડોદરા:નજીક છોટાઉદેપુર ખાતે દીપડાના ચામડાની વિધિ કરવાના  બહાને નાણાં ખંખેરતા ભેજાબાજ કાકા-ભત્રીજાને  ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડી ચામડું કબજે કર્યું છે.

છોટાઉદેપુર જિલ્લાના કાછેલ ગામે દીપડાના ચામડાની વિધિ કરવામાં આવી રહી છે અને દીપડાનું ચામડું વેચવા માટે ગ્રાહક પણ શોધવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં વડોદરાની જીવદયા સંસ્થાએ છોટાઉદેપુર ફોરેસ્ટ વિભાગની સાથે કાછેલ ગામે છટકુ ગોઠવ્યું હતુ.

ગામમાં રહેતા ડાહ્યા મોહનભાઇ વણકર અને તેમના ભત્રીજા જયંતિ વણકરનો સંપર્ક કરતાં તેમણે દીપડાના ચામડા પર બેસી તપ કરતા હોવાની અને રૃપિયાનો વરસાદ થઇ જાય તેવી વિધિ કરી આપવાની તૈયારી બતાવી હતી.આ ઉપરાંત તેમણે દીપડાના ચામડાનો સોદો પણ કરવાની તૈયારી બતાવી હતી અને આનાકાની બાદ રૃા.૬૦ હજારની રકમ પણ નક્કી કરવામાં આવી હતી.

(6:01 pm IST)