Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ભાજપ ધારાસભ્યોની ખરીદીની દુકાનઃ પરેશ ધાનાણીનું ટવીટ

કોંગ્રેસનાં વધુ ૨ થી ૩ ધારાસભ્યો ભાજપમાં ભળી રહ્યાના મામલે વિધાનસભા વિરોધપક્ષના નેતાના ચાબખા

રાજકોટ, તા.૪: વધુ બે થી ત્રણ ધારાસભ્યો ભાજપમાં ભળી રહ્યાના મામલે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટિવટ કરી ભાજપ ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ ધારાસભ્યોને ખરીદવાની દુકાન બની ગઇ છે.

કોરોનાને કારણે મુલતવી રખાયેલી રાજયસભાની ચૂંટણીની હવે જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી પંચે ગુજરાતની ૪ બેઠકો સહિત રાજયસભાની ૧૮ બેઠકોની ચૂંટણી કોરોના વાયરસને કારણે મુલતવી રાખવામાં આવી હતી જે હવે તારીખ ૧૯ જૂનનાં રોજ યોજાવા જઇ રહી છે. ત્યારે ચૂંટણીની જાહેરાત થતાં જ રાજયની વિપક્ષ પાર્ટીમાં રાજયસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવાનાં પ્રયાસ ચાલુ કરી દીધાં છે અને તેમાં તે સફળ પણ થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

રાજયમાં યોજાનારી આગામી રાજયસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસનાં વધુ ૪ ધારાસભ્યો રાજીનામાં આપે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસનાં આ ચારેય ધારાસભ્યની રાજીનામાની ચર્ચાઓ વચ્ચે વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને રાજય સરકાર પર આડકતરી રીતે કટાક્ષ કર્યો છે. પરેશ ધાનાણીએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'કાળા કામનો સરવાળોઃ કેક'' શું હવે ખરીદવાની દુકાન..? 'ગુજરાત ંબચાવોં અભિયાન' જેવું ટ્વિટ કરીને પરેશ ધાનાણીએ રાજય સરકાર પર આડકતરો કટાક્ષ કર્યો છે.

પરેશ ધાનાણીએ આ ઉપરાંત ગુજરાત ંબચાવોં અભિયાન સાથે વધુ એક ટ્વિટ કરતા કહ્યું કે, 'કોરોનાં કમળ અને કેકે'' કોરોનાની કઠણાઈમાં મુરઝાયેલા 'કમળ'ને ફરીથી ખિલવવા.., શું કેરી ખાઈને 'કેકે'' જ કરી રહ્યા છે કાળા કામની કળા.? 'ગુજરાતં બચાવોં અભિયાન'.

(4:15 pm IST)