Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

૧૦ જુનથી ટીચર યુનિવર્સિટીમાં પ્રવેશ કાર્યવાહી

B.Ed.,M.Ed. સહિતના અભ્યાસક્રમો માટે પ્રવેશ પરીક્ષા ફરજીયાત

રાજકોટ તા. ૪ :.. ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન (આઇઆઇટીઇ) ગાંધીનગર દ્વારા ૧૦ જૂનથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે. આ પ્રવેશ કાર્યવાહી સેન્ટર ઓફ એજયુકેશન તથા ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન રાજયની બી.એઙ કોલેજો દ્વારા હાથ ધરાશે.

આઇઆઇટીઇના સેન્ટર ઓફ એજયુકેશન, બીએસસી. બી.એઙ, બી.એ. બી.એઙના ૪ વર્ષના ઇન્ટીગ્રેટેડ પાઠયક્રમો તેમજ ૩ વર્ષમાં ઇન્ટીગ્રેટેડ ઇનોવેટીવ એમએસસી, એમ.એ., એમ. એઙ, નો ૩ વર્ષનો ઇન્ટીગ્રેટેડ બી.એઙ, એમ.એઙ, બે વર્ષ એમ.એઙ અભ્યાસક્રમ અને શિક્ષણ વિદ્યાશાખામાં એમફીલ, પીએચ.ડી.ના અભ્યાસક્રમની સુવિધા ઉપબ્લધ છે.

ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન (આઇઆઇટીઇ)માં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે.

આઇઆઇટીઇના  કુલપતિ ડો.હર્ષદ પટેલે જણાવ્યું છે કે ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ ફોર ટીચર ટ્રેનીંગ પ્રવેશ પરીક્ષા છે. આ પરીક્ષાનું આવેદન પત્ર આઇઆઇટીઇની વેબસાઇટ ઉપર ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે.

(12:53 pm IST)