Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

નર્મદા : શાળાઓ ફી માટે વાલીઓને દબાણ ના કરે : પહેલા સત્રની ફી માફ કરે : પ્રવિણસિંહ ગોહિલ

નર્મદામાં નવા સત્ર ચાલુ થતા પહેલા ફી મુદ્દે કેટલીક છૂટછાટ માટે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશમાં છેલ્લા બે મહિનાથી લોક ડાઉન છે લોકોના વ્યાપાર ધંધા બંધ છે ત્યારે સરકાર દ્વારા પ્રથમ સત્રની ફી માફ કરવા સાથે શાળાઓ ફી માટે દબાણ ના કરે એ બાબત ની સરકાર ની સૂચના છતાં શાળાઓ હાલ ફી નું દબાણ આપી રહી છે ત્યારે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના પ્રાંત કન્વીનર નર્મદા ના સંયોજક ગોપાલપુર ના પ્રવિણસિંહ ગોહિલ અને પ્રજ્ઞેશ રામી દ્વારા જિલ્લા કલેક્ટર નર્મદાને મુખ્ય મંત્રીને સંબોધતું લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સૂચના આપો અને ફી બાબતે વાલીઓને કોઈ દબાણ ના આપે અને પ્રથમ સત્ર ની ફી માફ કરે સહીતની માંગણી કરી હતી.
આ બાબતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના પ્રાંત કન્વીનર નર્મદા સંયોજક ગોપાલપુરા ના પ્રવિણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે છેલ્લા એક મહીનાથી શૈક્ષણિક ચાલુ સત્રની સ્કૂલો દ્વારા રાજ્યભરમાં થતી ઉઘરાણીના મામલે સર્વે કરાવી રહેલ છે. જે અંતર્ગત 62% વાલીઓ કહ્યું કે સ્કૂલ તરફથી ફી ની ઉઘરાણી કરવામાં આવી છે પરંતુ અમને ફી ભરવાની આર્થિક તકલીફ છે. આ સંદર્ભે શિક્ષણમંત્રીને ગ્રાહક પંચાયતે પત્ર દ્વારા માંગ કરી છે કે કોરોના મહામારી ના કારણે શરૂઆતના ત્રણ મહિનાની ફી માં 25 ટકાની રાહત આપે,જે સ્કૂલો ટ્રાન્સપોર્ટેશન અને મેસ માટેના ખર્ચ ઉઘરાવે છે, તે બંધ કરાવે,જે સ્કૂલોએ એફઆરસી સમક્ષ નવા ફી વધારાની અરજી કરી હોય, તે આ વર્ષ માટે બંધ રખાવે,ગ્રાહક પંચાયતે ઉપરોક્ત માંગણીઓનું આવેદનપત્ર આપ્યું છે.નર્મદા જિલ્લામાં પણ આવી ફરિયાદ ઉભી થતા આવેદન આપાયું છે.

(7:13 pm IST)