Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

દમણથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં લઇ જવાતો દારૂનો જથ્થો પોલીસે જાંબુવા બ્રિજ નજીકથી ઝડપ્યો

વડોદરા:દમણથી વિદેશી દારૃનો જથ્થો લઇને ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજકોટ જતા કેરિયરને પીસીબી પોલીસે જાંબુવા  બ્રીજ પાસેથી ઝડપી લીધો હતો.

બનાવની વિગત એવી છે કે, રાજકોટ જમનાનગર શેરી નં-૪ સહકાર મેઇન રોડ પર રહેતો સંદિપ અભેસિંહ યાદવે દમણથી વિદેશી દારૃની બોટલો લીધી હતી અને ટ્રાવેલ્સની બસમાં બેસીને રાજકોટ જતો હતો. જેની બાતમી પીસીબી પોલીસને મળી હતી. પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.સી. કાનમિયાને આ અંગેની બાતમી મળતા તેમને મકરપુરા જાંબુવા હાઇ-વે પર વોચ ગોઠવી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસ જાંબુવા બ્રીજ પાસે ઉભી રહી હતી અને મુસાફરો ઉતરતા હતા. તે સમયે જ પોલીસે આરોપી સંદિપ યાદવને દારૃની બોટલો સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૃની ૧૮ બોટલ, બીયરના ૬ ટીન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)