Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આઈ.પી.એલ. પર સટ્ટો રમાડતા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા

વડોદરા: શહેરના ફતેગંજ બી.એસ.એન.એલ.ની ઓફિસની પાછળ એપાર્ટમેન્ટમાં આઇ.પી.એલ.ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા બે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે.પોલીસને રેડ દરમિયાન વિદેશી દારૃની બે બોટલ પણ મળી આવી હતી.જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પીસીબી પોલીસને માહિતી મળી  હતી કે,ફતેગંજ બી.એસ.એન.એલ.ની ઓફિસની પાછળ શરણમ સોલિટરી ફ્લેટમાં પરપ્રાંતિય લોકો રહે છે.અને તેઓ આઇ.પી.એલ.ની મેચ  પર સટ્ટો રમાડી રહ્યા છે.જેથી,પીસીબી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા ફ્લેટમાંથી ()ભગવાનદાસ ઉર્ફે વિક્કી કનૈયાલાલ અવતાની (રહે.વિકાસનગર, તા.જિ.નિમચ,મધ્યપ્રદેશ ) અને () વ્રજ સ્મિતેશકુમાર મોદી (રહે.ગોવિંદનગર,શુભમ નગર,દાહોદ) મળી આવ્યા હતા.તેઓ મોબાઇલ  ફોન પર દિલ્હી અને પંજાબની ટીમ વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમાડતા હતા.પોલીસને ફ્લેટમાંથી વિદેશી દારૃની બે બોટલ પણ મળી આવી હતી.જેથી,પોલીસે તેમની વિરૃદ્ધ ગુનો  દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.પોલીસે ૧૨ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.જેમાં () મકાન ભાડે રાખનાર તથા આઇ.ડી.આપનાર મોન્ટુ સલુજા () સટ્ટાનુ કટિંગ લેનાર સૌરભ સિંહલ ()ગ્રાહકો આપનાર મુન્નાભાઇ ,તેમજ સટ્ટો રમનાર () શીવી () મનિષ () રિશી ()પ્રદિપ () વિજય ()પંડિત (૧૦)હેમુ (૧૧)સોની (૧૨) ઘનશ્યામનો સમાવેશ થાય છે.પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન,પેન ડ્રાઇવ,લેપટોપ સહિત રૃપિયા૩૯,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:21 pm IST)
  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • પુડુચેરીમાં ડખ્ખા શરૂ :૬ સભ્યો જ હોવા છતાં ભાજપ મુ.મંત્રી પદ માગે છે : પ્રથમ દિવસે જ પુડુચેરીમાં ભાજપ અને સ્થાનિક પક્ષો વચ્ચે ડખ્ખો શરૃઃ પુડુચેરીમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરી ભાજપ સત્તા પર આવી રહ્યો છે ત્યારે સત્તાની વહેંચણી બાબતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું છે. ભાજપે માત્ર ૬ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીપદ માગતા ભાજપના મોરચામાં મતભેદો સર્જાયા છે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 3:19 pm IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST