Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ધનસુરામાં કોરોના વોરિયર્સનું પુષ્પ વર્ષાથી સન્માન કરાયું

પોલીસ જવાનો અને ગ્રામ પંચાયતના કર્મચારીઓ પર પુષ્પ વર્ષા કરી સન્માન કર્યું

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: ધનસુરામાં કોરોના વોરિયર્સનું ગામના અગ્રણીઓ અને ગામલોકો ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.કોરોનામાં કામ કરતા પોલીસ જવાનો અને ગ્રામ પંચાયતના કર્મચારીઓ પર પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે ગરમીને લઈને ધનસુરા ગ્રામ પંચાયતના સદસ્ય મનહરભાઈ પટેલ ધ્વારા ૫૦ થેલી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ધનસુરાના સરપંચ યશવંતભાઈ પટેલ,ધનસુરા મામલતદાર,ગ્રામ પંચાયતના સદસ્ય મનહરભાઈ પટેલ,અગ્રણી નરેન્દ્રભાઈ પટેલ,અતુલભાઈ બ્રહ્મભટ્ટ, બિહારીભાઈ જોશી, હાજર રહ્યા હતા.હાજર સૌએ જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસવડા,જિલ્લા વિકાસ અધિકારી ધનસુરા મામલતદાર,ધનસુરા પી.એસ.આઈ કે.એસ.સિસોદીયા,
ધનસુરા  તાલુકા વિકાસ અધિકારી સૌનો આભાર માન્યો હતો.

(10:57 pm IST)