Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

પ્રાંતિજ તાલુકાના કાટવાડ ગામે હાથમતી નદીમાં અગમ્ય કારણોસર ડૂબી જતા યુવકનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી

પ્રાંતિજ:તાલુકાના કાટવાડ ગામના 45 વર્ષિય મૂળસિંહ લાલસિંહ મકવાણા(મૂળભા)નાનો યુવક શુક્રવારે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ કહયા વગર ઘરેથી નિકળી  ગયા હતા.ત્યાર બાદ સાંજે તેઓ ઘરે પરત ન ફરતા તોઓના કુટુંબીઓએ સગા-સંબંધીઓના ઘરે ફોન કરતાં ત્યાં પણ તેઓ ન મળતાં તેમની શોધખોળ હાથ ધરી હતી.તેમની શોધખોળ ચાલુ હતી તે દરમ્યાન શનિવારના રોજ કાટવાડ પાસેથી પસાર થતી સાબરમતી નદીના કીનારે શૂલીયા ધરા નામે ઓળખાતા પાણીના ધરા પાસે તેના પગરખાં મળી આવતા તે પાણીમાં આસપાસના ગામના તરવેયા બોલાવીને  તપાસ હાથ ધરી હતી પરંતુ ત્યાં કોઈ મળી આવ્યું ન હતું તેથી ગામના સરપંચે આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશને અને પ્રાંતિજ અને હિંમતનગરની ફાયર ફાઈટરની ટીમને જાણ કરતાં રવિવારના રોજ સવારે પ્રાંતિજ પોલીસ અને ફાયર ફાઈટરની ટીમો આવી પહોંચતાં તેની શોધખોળ હાથ ધરી આ હાથમતી નદીના પાણીના ધરામાંથી મૂળસિંહ લાલસિંહ મકવાણા (મૂળભા) મૃતદેહને શોધી કાઢયો હતો. પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે આ અંગે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નદીના પાણીના ધરામાંથી મૂળસિંહ લાલસિંહ મકવાણા (મૂળભા) મૃતદેહને શોધી કાઢયો હતો. પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે આ અંગે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)