Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોવિડ સેન્ટરમાં પોઝિટિવ કેસ વધતા ચાંદખેડા GTU કેમ્પસ સંપૂર્ણ બંધ કરાયું

વિશ્કર્મા કોલેજ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું

અમદાવાદ : કોરોનાના કારણે શહેરમા પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પોઝિટિવ દર્દીઓ વધતા ચાંદખેડા વિશ્કર્મા કોલેજ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું હતું જેથી અત્યાર સુધી કેમ્પસમાં 33 ટકા સ્ટાફ સાથે કામગીરી ચાલી રહી હતી પરંતુ હવે ચાંદખેડા રેડ ઝોનમાં આવતા કેમ્પસને સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. વિશ્કર્મા કોલેજ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં પોઝિટિવ કેસ વધતા કેમ્પસ બંધ રાખવાની સૂચના અપાઈ છે 

(1:24 pm IST)