Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

સુરતથી ૬ માસના બાળકનું અપહરણ કરીને ઉત્તરપ્રદેશ જતું દંપતી વડોદરામાં ઝડપાયું

પાડોશમાં રહેતા પરિવારનું ઘોડીયામાં સૂઇ રહેલા છ માસના બાળકનું અપહરણ કરીને વતનની વાટ પકડી

વડોદરા : લોકડાઉનના માહોલ વચ્ચે સુરતના સચીન વિસ્તારમાંથી છ માસના બાળકનું અપહરણ કરીને ઉત્તરપ્રદૃેશ જઇ રહેલા દૃંપતીને વડોદૃરા નજીક હાઇવે પરથી પોલીસે ઝડપી પડ્યુ હતુ. શ્રમજીવીઓને લઇને ઉત્તરપ્રદૃેશ જઇ રહેલા ટ્રકમાંથી બાળક સાથે દૃંપતીને વડોદૃરા ક્રાઇમ બ્રાન્ચે પકડ્યુ હતુ. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદૃેશના ફતેપુરાના ખરસોલા-મલાવ ગામનો વતની અમીતકુમાર ગયાપ્રસાદૃ ગડદૃીયા(ઉં.૨૫) અને તેની પત્ની અનિતાદૃેવી સાથે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં મજૂરી કામ કરતા હતા.

સુરતના સચીન વિસ્તારમાં રામેશ્ર્વર કોલોની રહીને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતું દૃંપતી લોકડાઉનનો ફાયદૃો ઉઠાવી પાડોશમાં રહેતા પરિવારનું ઘોડીયામાં સૂઇ રહેલા છ માસના બાળકનું અપહરણ કરીને વતનની વાટ પકડી હતી. આ દૃંપતી બાળકને વતન સુધી લઇ જાય તે પહેલાં વડોદૃરા ક્રાઇમ બ્રાંચે દૃંપતીને અપહૃાત બાળક સાથે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અપહરણકાર અનિતાદૃેવી બિસ્કીટ અપાવવાના બહાને પાડોશીના બાળકને લઇ ગઇ હતી. તે પરત ન ફરતા અપહૃાત બાળકના માતા-પિતાએ તપાસ કરી હતી. તપાસ દૃરમિયાન અનિતાદૃેવીનો પતિ પણ મળી ન આવતા તેઓને અનિતાદૃેવી અને તેનો પતિ અમીતકુમાર લઇ ગયા હોવાની શંકા જતાં સુરત સચિન પોલીસ મથકમાં બાળકના અપહરણની ફરિયાદૃ નોંધાવી હતી. જે ફરિયાદૃ બાદૃ સચિન પોલીસને આ દૃંપતિ બાળકને લઇ વડોદૃરા તરફ આવ્યું હોવાની જાણ વડોદૃરા પોલીસને કરી હતી.

અપહૃાત બાળકનું અપહરણ કરીને જતાં દૃંપતીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાંચે તપાસ  શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.જે. પેટલે અપહરણકાર દૃંપતી અને બાળકના ફોટા સાથે હાઇવે ઉપર તપાસ કરી હતી. તપાસ દૃરમિયાન અમીતકુમાર અને તેની પત્ની અનિતાદૃેવીને અપહૃાત બાળક સાથે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડ્યું હતું.  ઝડપાયેલા દૃંપતિની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

(12:18 pm IST)