Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં દુષિત પાણીની ફરિયાદ: એક ઈજનેર સસ્પેન્ડ :બે ની બદલી :વિજિલન્સ તપાસના આદેશ

લાંબા સમયથી દુષિત પાણીની ફરિયાદ રહેતા મ્યુનિસિપલ કમિશનરની આકરી કાર્યવાહી

 

વડોદરામાં લાબાં સમયથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં દુષિત પાણીની ફરીયાદ બાદ સત્તાધીઓએ વિજલન્સ તપાસનાં આદેશ આપ્યા હતા. તપાસ પુરી થાય તે પેહલા મ્યુનિસિપલ કમિશનરે પાણી પુરવઠા વિભાગનાં નાયબ કાર્યપાલક ઇજનેર મનસુખ બગડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. જયારે કાર્યપાલક ઇજનેર રાજેશ ચોહાણને પાણી પુરવઠા વિભાગમાંથી બદલી કરી દેવામાં આવી છે. ઉપરાંત રાજેશ ચૌહાણને બિલ્ડિંગ પ્રોજેકટમાં બદલી કરાઇ છે.

મળતી માહિતી પ્રમાણે પાણી પુરવઠા વિભાગનાં કાર્યપાલક ઇજનેર અલ્પેશ મજમુદાર પાસેથી ચાર્જ લઇ લેવામા આવ્યો છે. પાણી પુરવઠા બોર્ડનો ચાર્જ સીટી એન્જીનીયર પી,એમ, પટેલ ને સોંપવામાં આવ્યો છે. ઇજનેર શાલીન મેહતાને પાણી પુરવઠામાં જવાબદારી સોંપવામાં આવી છે. વિજલન્સની તપાસનો રીપોર્ટ આવે તે પેહલા મ્યનિસિપલ કમિશનરે પ્રાથમિક તપાસનાં આઘારે પ્રાથમિક તપાસમાં કસુરદાર અઘિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. વિઝલન્સનો રીપોર્ટ એક સપ્તાહમાં આવશે.
તપાસમાં રીપોર્ટ બાદ જવાબદાર અઘિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. કોગ્રેંસનાં કાઉન્સલર અમી રાવતે મનપા કમિશનરને એક આવેદનપત્ર આપ્યું હતું અને રોષ ઠાલવ્યો હતો કે દુષિત પાણી શહેરનાં વિવિઘ વિસ્તારોમાં વિતરણ કરવામાં કેમ આવ્યું. દુષિત પાણી વિતરણ કરી પાણી પુરવઠા વિભાગનાં અઘિકારીઓએ નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડા કર્યા છે. તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મનપાએ દુષિત પાણીનાં મામલે વિઝલન્સ તપાસના આદેશ આપ્યા છે.
એક સપ્તાહમાં વિજલન્સ કમિટિનો રીપોર્ટ આવી જશે પરંતુ તે પેહલાજ મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુએ પ્રાથમિક તપાસનાં આઘારે બેદરકારીને માની પાણી પુરવઠા બોર્ડનાં અઘિકારીને સસ્પેન્ડ કરી બીજા અઘિકારીઓની બદલી કરી દીઘી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ સુઘીર પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે તપાસમાં દુષિત પાણી વિતરણ મામલે બેદરકારી સામે આવી છે. અને તે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. વિઝલન્સ તપાસ બાદ પણ વઘુ અઘિકારીઓ અને કર્મચારીઓ સામે પગલા લેવાઇ શકે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુઘીર પટેલે ખાત્રી આપી હતી કે ચાર દિવસોની અંદર દક્ષિણ અને પૂર્વ વિસ્તારોમાં ચોખ્ખું, ગુણવત્તા વાળુ પાણી મળતું થઇ જશે.

(12:51 am IST)