Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

લાંચીયાબાબુઓ સામે લાલઆંખ :લાંચના અડધો અડધ કેસમાં આરોપીઓને સજા કરાવવામાં એસીબીને સફળતા

એક જ દિવસમાં એસીબીના છ કેસમાં કોર્ટએ આરોપીઓને સજા સંભળાવી

 

અમદાવાદ ;લાંચીયાબાબુ સામે લાલઆંખ કરવા સાથે તેને સજા આપવામાં પણ એસીબીને સફળતા મળી છે એસીબી દ્વારા સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે વિવિધ પ્રયત્નો  કરવામાં આવી રહ્યાં છે

એસીબી દ્વારા થતા કેસમાં વધારો થવા સાથે આ કેસમાં આરોપીઓને સજા થઇ હોય તેવા કિસ્સામાં પણ વધારો થયો છે છેલ્લા પાંચ વર્ષમાં એસીબીએ કરેલા કેસમાં આરોપીઓને થયેલ સજાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

એસીબીના મદદનીશ નિયામક ડીપીચુડાસમા એ કહ્યું છે કે ચાલુ વર્ષે એસીબીને 50 ટકા કેસમાં આરોપીઓને સજા અપવાવામાં સફળતા મળી છે. તાજેતરની વાત કરવામાં આવે તો એક જ દિવસમાં એસીબીના છ કેસમાં કોર્ટએ આરોપીઓને સજા સંભળાવી છે.

  જેમાં મહત્વના કેસમાં દાહોદ એસીબી પો.સ્ટેમાં દાખલ થયેલા કેસમાં ઇન્કમટેક્ષ ઓફિસર દિનેશ મીણાને 4 વર્ષની સજા અને રૂપીયા 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી લાંચની રકમ 8 લાખ લઇને ફરાર થઇ ગયા હતાં..જે રીકવર કરવામાં પણ એસીબીને સફળતા મળી નથી.
  ટ્રેપ દરમિયાન પોલીસ અધિકારીએ કઇ કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ તે માટે એસીબી દ્વારા તાલીમ પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત ટ્રેપ દરમિયાન મહત્તમ સાયન્ટીફિક અને ડીજીટલ પુરાવા એકત્ર કરવાની સુચના આપવામાં આવી છે. એસીબીના કેસમાં એફએસએલની કામગીરી પણ સૌથી મહત્વની સાબિત થાય છે.

વર્ષ 2015ની સરખામણીમાં ચાલુ વર્ષ સુધીમાં એસીબીએ કરેલા કેસમાં આરોપીને સજા થવાના પ્રમાણમાં બમણો વધારો જોવા મળ્યો છે..જો કે હાલમાં એસીબી દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા એમ લાગી રહ્યું છે કે ટકાવારીનો આ આંકડો હજી પણ વધે તો નવાઇ નહીં

(12:49 am IST)