Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વડોદરામાં ઓછા ટકા આવતા ધોરણ -7ની વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈને આપઘાત :પરિવારમાં માતમ છવાયો

ઓછા ટકા આવતા નાની બહેનને બહાર મોકલીને ઘરે ગળેફાંસો ખાદ્યો

વડોદરા: શહેરમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઓછા ટકા આવતા ગળે ફાંસો ખાઇને આપધાત કરતા પરિવારમાં માતમ છવાયો હતો. ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું આજે રિઝલ્ટ આવ્યું અને ધાર્યા કરતા ઓછા ટકા આવતા નિરાશ થયેલી વિદ્યાર્થીનેએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. 

  વડોદરા શહેરમાં અભ્યાર કરતી ધોરણ 7ની વિદ્યાર્થીની પરિણામ લેવા માટે શાળાએ પહોંચી અને ધાર્યા કરતા ઓછા ટકાનું રિઝલ્ટ આવતા તેણી ડિપ્રેશનમાં આવીને ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ તેની નાની બહેનને કામ અર્થે બહાર મોકલીને ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીઘો હતો.

    આપઘાત કર્યા બાદ વિદ્યાર્થીનીએ અંતિમ ચિઠ્ઠીમાં તેના પિતાને લખ્યું કે‘સોરી પપ્પા હું સારા ગ્રેડ ન લાવી શકી’. વિદ્યાર્થીઓમાં દિવસેને દિવસે ભણતરને લઇને ડિપ્રેશનમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ પર વધી રહેલા ભણતરના ભારને કારણે પરિણામોના દિવસે શાળાના અને કોલેજોના વિદ્યાર્થીઓમાં આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. 

(10:58 pm IST)