Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

સુરતમાં સરકારી સ્મીમેર હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં અચાનક આગ ભભૂકી :દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટ કરાયા

ફાયર બ્રિગેડ દ્વારા ગણતરીના સમયમાં આગને કાબુમાં લેવાઈ ;કોઈ જાનહાની નથી

 

સુરતની સ્મીમેર હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં અચાનક આગ લગતા અફરાતફરી મચી જવા પામી હતી હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં શોર્ટશર્કિટના કારણે આગ લાગતા આઇસીયુમાં દાખલ તમામ દર્દીઓને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરાયા હતા સાથે ફાયરને પણ જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવાયોઃ હતો આ ઘટનામાં કોઈ જાનહાની નથી

   આ અંગે મળતી વિગત મુજબ સરકારી સ્મિમેર હોસ્પિટલમાં આજે શનિવારે બપોરના સમયે આઇસીયુ વિભાગમાં આગ લાગી હતી. આ આગ વિભાગમાં લગાવવામાં આવેલા એસીમાં શોર્ટશર્કિટ થતા લાગી હતી. આગ લાગવાના કારણે આઇસીયુમાં દાખલ દર્દીઓને સલામત રીતે બીજા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આગ લાગવાના કારણે દર્દીના સગાઓ અને સ્ટાફમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ લેવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગના બનાવમાં કોઇ જાનહાની પહોંચી ન્હોતી

(10:32 pm IST)