Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ડાંગના વધઈ સાપુતારા રોડ પર એસટી બસ અડફેટે બાઇકસવાર બે યુવાનોના કરૂણમોત

મૃતકો આહવાના પીપલવાળાના રહેવાસી ;બસ શિરડીથી સુરત આવતી હતી

 

ડાંગના વઘઇ સાપુતારા રોડ ઉપર અહેરડી ગામ નજીક એસ.ટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ઉપર સવાર બે યુવકોના મોત થયા હતા. એસ.ટી. બસ શિરડીથી સુરત પરત ફરી રહી હતી સમયે બાઇકને અડફેટે લીધું હતું. બાઇક ઉપર સવાર બેના મોત નીપજ્યા હતા. જે બંને આહવા તાલુકાના પીપલવાળાના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

  વઘઇ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પી.એમ. કરાવવાની તજવીજ હાથધરી હતી શનિવારે ગુજરાત એસ.ટી બસ શિરડીથી સુરત પરત આવી રહી હતી. ત્યારે વઘઇ તાલુકના અહેરડી ગામ નજીક બાઇકને અડફેટે લીધું હતું. એસ.ટી. બસની અડફેટે આવી જતાં બાઇક ઉપર સાવર બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

 

(10:30 pm IST)