Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

સુરત ડિંડોલી ખરવાસા રોડ પર દારુના અડ્ડા નજીક ભાઇએ જ ભાઇને છરીથી રહેંશી નાખ્યો

સુરત : સુરતમાં વધુ એક ખૂની ખેલ ખેલાયાની ઘટના બની છે. સુરતના ડીંડોલી ખરવાસા રોડ ઉપર દારૂના અડ્ડા પાસે જ ભાઇએ જ ભાઇની હત્યા કરતા ચકચાર મચી છે ભાઇએ છરીના ઘા ઝીંકીને ભાઇની હત્યા કરી છે છરીના ઘા ઝીકતા  ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.
  મળતી માહિતી પ્રમાણે ડીંડોલી ખરવાસા રોડ ઉપર દારૂના અડ્ડા નજીક ખૂની ખેલ ખેલાયો હતો. 25 વર્ષીય મીનતુ મિશ્રા ઉપર પોતાના ભાઇએ જ છરી વડે ઉમલો કર્યો હતો. ભાઇએ જ મીનતું મિશ્રા ઉપર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
  જોકે, હોસ્પિટલમાં સારવાર મળે તે દરમિયાન જ મીનતું મોતને ભેટ્યો હતો. ભાઇએ પોતાના ભાઇને પેટના અને પગના ભાગે બે બે ઘા માર્યા હતા. જેથી તેનું મોત થયું હતું

(9:54 pm IST)