Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના પાંચ શખ્શો ઝડપાયા : 2.57 લાખનો મુદ્દામાલ કબ્જે

એકલ દોકલ રાહદારીને નિશાન બનાવીને ચાલુ બાઇક પર મોબાઇલસ્નેચિંગને અંજામ આપતી

સુરત :શહેરમા એકલ દોકલ રાહદારીને નિશાન બનાવીને ચાલુ બાઇક પર મોબાઇલ સ્નેચિંગ કરનારી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે 2.57 લાખની કિંમતના મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને આ ગેંગના વધુ આરોપીઓને ઝડપી લેવાની તપાસ શરૂ કરી છે.

વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વરાછા એલ.એચ.રોડ પર રાહદારીને નિશાન બનાવી મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ બાઇક પર ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 5 શખ્સોને ઝડપી પાડયા હતા. જેઓની તપાસ કરતા તેઓની પાસેથી રૂપિયા 2 લાખની કિમતના 20 નંગ જેટલા મોબાઇલ મળી આવ્યા હતા.

(9:38 pm IST)