Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

યાત્રાધામ અંબાજીમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો ;ધોધમાર વરસાદ ખાબક્યો

બે દિવસથી સવારથી ગરમીનાં ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો:હળવા વરસાદી ઝાપટા

અંબાજી :ઓરીસ્સા અને આંધ્રપ્રદેશમાં સુનામી આવ્યા બાદ તેની અસર ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં જોવા મળી રહી છે. દાંતા તાલુકાનાં યાત્રાધામ અંબાજીમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. અંબાજી પંથકમાં ગઇ કાલે બપોર બાદ વાદળો ઘેરાતા ઝરમર વરસાદ થયો હતો. આજે ફરી બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જોત જોતામાં વરસાદની પણ શરૂઆત થવાં પામી હતી.

  બે દિવસથી સવારથી ગરમીનાં ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો થઇ રહ્યો છે. હળવાં વરસાદી ઝાંપટા પણ થઇ રહ્યા છે. આજે અંબાજી પંથકમાં આ વરસાદને લઇ ગરમીમાં આશીંક રાહત અનુભવાઇ રહી છે. ત્યારે ગરીબ ખેડુતો વરસાદને લઇ ચીંતાતુર હોય તેવું લાગી રહ્યુ છે.

(7:31 pm IST)