Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

કઠલાલ તાલુકામાં જુદા જુદા 4 ગામોમાંથી વીજ કંપની લિમિટેડે કુલ 1.58 લાખનો વાયરનો જથ્થો ઝડપ્યો

કઠલાલ: તાલુકાના કઠાણા, ખોખરવાડા, ફુલછત્રપુર અને લસુન્દ્રા નજીકના વિસ્તારોમાંથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના વીજ કનેક્શનમાંથી એલ્યુમિનીયમ વાયરો તેમજ ટ્રાન્સફોર્મર મળી કુલ ૧.૫૮ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ કઠલાલ પોલીસમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ તા.૧૩ ફેબ્રુઆરીના રોજ કઠલાલ તાલુકાના કઠાણા ગામની સીમ નજીક આવેલ અમદાવાદ-ઈન્દોર હાઈવે બાજુમાંથી પસાર થતી ખેતીવાડી વીજ કનેક્શનની ૨૦ ગાળાની લાઈનના એલ્યુમિનીયમના ખુલ્લા વાયરો કિંમત રૂ.૪૫,૦૦૦ ની ચોરી થઈ હતી. જ્યારે ગત તારીખ ૩ જાન્યુઆરી ના રોજ કઠલાલ તાલુકાના ખોખરવાડા સીમમાં મહોરનદીના કાંઠે ૧૪ ગાળાના વીજલાઈનના ખુલ્લા વાયરો કિંમત રૂ.૫૬,૧૮૩ ની ચોરી થઈ હતી. તેમજ ગત તારીખ ૧૦ માર્ચના રોજ કઠલાલ તાલુકાના ફુલછત્રપુરમાં વોટર વર્કસ તરફ જતી એલ્યુમિનીયમ વાયરની આઠ ગાળાની રૂ.૨૫,૦૦૦ અને લસુન્દ્રા તાબે આવેલ આસરીયાના મુવાડા ગામેથી રૂ.૩૨,૦૪૧ કિંમતના ટ્રાન્સફોર્મરની ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. 

(5:19 pm IST)