Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ખેડા જિલ્લામાં જુદા-જુદા ત્રણ ગમખ્વાર અકસ્માત: 6ને ગંભીર ઇજા

ખેડા: જિલ્લાના ડભાણ, અંગાડી તેમજ વડાલી પાટીયા નજીક સર્જાયેલા જુદા-જુદા ત્રણ માર્ગ અકસ્માતોમાં કુલ છ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની પોલીસ ફરિયાદ જે તે પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ડભાણ ગામમાં હરિજનવાસમાં રહેતાં ભરતભાઈ અશોકભાઈ વાઘેલા ગતરોજ સાંજના સમયે તેમના પત્નિ અરૂણાબેન તેમજ પુત્રી તપસ્યા સાથે ફળીયા બહાર બેઠાં હતાં. પુત્રી તપસ્યાં રોડની સાઈડમાં રમતી હતી. તે વખતે માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ એક એક્ટિવાએ તેને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

(5:18 pm IST)