Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મહેસાણાના હેડવા નજીક ખોટા મકાનનો દસ્તાવેજ બનાવી 48 લાખની છેતરપિંડી આચરનાર દંપતી વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા: શહેરના હેડુવા નજીક આવેલ શીવ રો-હાઉસના પાંચ જેટલા મકાનોના ખોટા દસ્તાવેજો કરી વેચાણ કરી આપી ૪૮.૫૫ની છેતરપિંડી આચરતા દંપતિ સામે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સેટેલાઈટ વિસ્તાર નીલકંઠ બંગલોઝની બાજુમાં આવેલ શ્યામ સુંદર બંગ્લોઝમાં રહેતા અને મૂળ ડીસાના પ્રવિણભાઈ શંકરલાલ હાલાણીએ તા. ૧૫-૨-૧૯ પહેલા મહેસાણા જીઈબી સામે ગૌતમનગરમાં રહેતા દંપતિ વર્ષાબેન વિપુલભાઈ શાહ અને વિપુલભાઈ શાહ ઉર્ફે તુષારભાઈ શાહ પાસેથી હેડુવા, તા. જિ. મહેસાણા ખાતે આવેલ શીવ રો-હાઉસ ના પાંચ મકાનો જેના નંબરો, ૬૫, ૬૮, ૬૯, ૭૫ અને ૯૯ ના રૂ. ૪૮,૫૫,૦૦૦માં ખરીદી કર્યા હતા. બે વરસ થવા છતાં પઝેશન ન આપતા જિલ્લા રજીસ્ટારમાં તપાસ કરાવતા તેમના નામે મકાન થયા ન હતા અને તે બીજાના નામે બોલતા હોવાથી પોતે છેતરાયાનો અહેસાસ થતા આ દંપતિ પોતે માલિક ન હોવા છતાં ખોટા પુરાવા દસ્તાવેજો ઉભા કરી વેચાણ આપી છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. જેની વધુ તપાસ આર.આર. ત્રિવેદી, પીઆઈ મહેસાણા શહેરના એ ડિવિઝનવાળા કરી રહ્યા છે.

(5:18 pm IST)