Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ગાંધીનગરમાં કોર્પોરેશનની ટીમે વિવિધ જગ્યાએ દરોડા પાડી 50 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર: શહેરમાં પ૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની બેગો ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગર કોર્પોેરેશનની ટીમે વિવિધ સેકટરોમાં તપાસ કરીને કુલ પ૦ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. આજે ઓચિંતા સે-૬, ૭, ર૧ અને ર૪માં ટીમોએ તપાસ કરતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હજુ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.  

રાજય પાટનગર ગાંધીનગર શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સપનાં જોવામાં આવી રહયા છે પરંતુ શહેરમાં પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઈ રહયો છે. પ૦ માઈક્રોનથી નાની પ્લાસ્ટિકની બેગ ઉપર પ્રતિબંધ ફરમાવીને કોર્પોરેશન દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ મામલે તપાસ નહીં થતાં શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ વધ્યો હતો. 

(5:17 pm IST)