Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ગાંધીનગર જિલ્લામાં ડાલામાં સંતાડીને લઇ જવાતો 1.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો દહેગામ પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે દહેગામ પોલીસે ગઈરાત્રે બાતમીના આધારે દહેગામ બાયડ ત્રણ રસ્તા પાસેથી પીકઅપ ડાલાને ઝડપી લીધું હતું અને તેમાં સંતાડીને લવાતો દારૂ બિયરના ૧.૧૧ લાખના જથ્થા સાથે ઉદયપુરના બુટલેગરને ઝડપી પાડી કુલ ૪.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તો બીજી બાજુ પેથાપુર પોલીસે પણ બિયરના ૧પ ટીન સાથે માણસાના યુવાનને પકડયો છે.  જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર ઉપર નજર રાખી બુટલેગરો ઉપર કડક હાથે કામ લેવા જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રખિયાલ તરફથી ડાલામાં પરપ્રાંતનો વિદેશી દારૂ બિયર સંતાડીને લવાઈ રહયો છે જે બાતમીના આધારે પોલીસ ટીમે દહેગામ બાયડ ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી અને બાતમીવાળુ ડાલુ નં.જીજે-૦૯-એયુ-૨૩૭૭ આવતાં તેને ઝડપી લઈ તેમાં સવાર બે શખ્સો નાસવા લાગ્યા હતા. 

(5:16 pm IST)