Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ગાંધીનગર સે-21માં ઉભરાતી ગટરોથી રહીશોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:શહેરમાં આવેલી સરકારી વસાહતોમાં તંત્ર દ્વારા નાંખવામાં આવેલી વર્ષો જુની ગટર લાઇનોનું સમયાંતરે સમારકામ નહીં થતાં ઉભરાવવા લાગી છે. ત્યારે સેક્ટર-૨૧માં આવેલી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના પગલે સ્થાનિક રહિશો પણ હેરાન પરેશાન થઇ ગયા છે અને રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ લાવવામાં આવતું નથી.

રાજ્યના પાટનગરમાં સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવેલાં સરકારી આવાસોની રચના વખતે ગટરલાઇનો નાંખવામાં આવી હતી પરંતુ સમાયંતરે સમારકામની કામગીરી કરવામાં નહીં આવતાં હાલમાં ઠેકઠેકાણે ગટરલાઇનો બિમાર બની જતાં ઉભરાઇ રહી છે. ત્યારે શહેરના સેક્ટર-૨૧માં આવેલી વાસ્તુનિર્માણ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઇ રહી છે. જેના પગલે સ્થાનિક રહિશોએ પણ દુર્ગંધ યુક્ત ગટરના પાણીથી ત્રસ્ત થઇ ગયાં છે. 

(5:16 pm IST)