Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

આણંદ નજીક એરગન બતાવી ગાડીને લુંટનાર આરોપીને પોલીસે બામણગામના ખેતરમાંથી ઝડપ્યો

આણંદ:ગત્ રોજ આણંદ પાસે એરગન બતાવી ગાડી લૂંટનાર આરોપીને આજે લીંબાસી પોલીસે બામણગામના ખેતરમાંથી ઝડપી લીધો છે. જેની સધન પૂછપરછ કરતા તેને આણંદમાંથી ટેસ્ટડ્રાઇવના બહાને ગાડી લઇ હાઇવે પર ગાડીના ડ્રાઇવરને એરગન બતાવી ગાડીની લૂંટ કરી હોવાનું કબૂલ્યું હતું. લીંબાસી પોલીસે આ આરોપીની ધરપકડ કરી તેની સધન પૂછપરછ હાથ ધરી છે.

ગત્ રોજ આણંદ ટાઉન પોલીસ મથક વિસ્તારમાંથી એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી ચોરાયાનો વાયરલેસ મેસેજ ખેડા કંટ્રોલ રૃમને મળ્યો હતો. જેમાં એમ પણ જણાવ્યું હતું કે આણંદની સામરખા ચોકડી પર આ ગાડીના ડ્રાઇવરને એરગન બતાવી નીચે ઉતારી એક ઇસમ ગાડી લઇને નડિયાદ તરફ ભાગ્યો છે. આ બનાવ સામરખા ચોકડી પર આવેલ રાવળાપુરા ઇનોવા શો રૃમ પાસે બન્યો હતો. આથી આ વિસ્તારમાં તરત જ પોલીસ દ્વારા નાકબંધી કરવામાં આવી હતી.

(5:15 pm IST)