Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

સુરતમાં અકસ્માતના બહાને ઝઘડો કરી કારમાં અપહરણ કરનાર મુખ્ય વ્યક્તિ પોલીસના સકંજામાં

સુરત:નાણાંકીય લેતીદેતીમાં ગત બપોરે પીપલોદ ગોવર્ધન હવેલી થી જિંજર હોટેલની ગલી વચ્ચેના સવસ રોડ ઉપર શેરદલાલનું ત્રણ અજાણ્યા એ અકસ્માતના બહાને ઝઘડો કરી તેની જ કારમાં અપહરણ કર્યું હતું અને તેને સચીન ચાર રસ્તા નજીક લઈ ગયા હતા. શેરદલાલ પાસે છેલ્લા બે વર્ષથી પૈસા માંગી રહેલા વ્યક્તિ અને સાગરીતોએ બાદમાં ધમકી આપી છોડી મૂકતા શેરદલાલે આ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પૈસા લેવા માટે શેરદલાલનું અપહરણ કરનાર મુખ્ય વ્યક્તિની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પીપલોદ ચાંદની ચોક સ્નેહસાગર સરિતા ૭/જી માં રહેતા ૩૬ વષય સુમિતભાઈ ગંગાધર કલાની શેરદલાલ તરીકે કામ કરે છે. સંદીપ અગ્રવાલ નામનો વ્યક્તિ છેલ્લા બે વર્ષથી તેમની પાસેથી રૂ. ૫૭ લાખની માંગણી કરતો હતો. પરંતુ સુમિતભાઈના મતે માત્ર રૂ.૧૫ લાખ આપવાના બાકી હતા. આથી તેમની વચ્ચે વિખવાદ ચાલતો હતો. 

(5:14 pm IST)