Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

સુરતમાં રિક્ષામાં સવાર મહિલાનું પર્સ ચોરી 3 ગઠિયા રફુચક્કર:6.38 લાખની ઉઠાંતરી

સુરત:વતન રાજસ્થાનમાં સાળીની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પત્ની, બાળકો સાથે ગત મોડી રાત્રે રીક્ષામાં રેલ્વે સ્ટેશન જઈ રહેલા એકાઉન્ટન્ટની પત્નીના હાથમાંથી ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલ નજીક મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા રૂ.૬.૨૬ લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડા રૂ.૧૨,૦૦૦ સહિત રૂ. ૬.૩૮ લાખની મત્તાની બેગની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની અને સુરતમાં સારોલી બીઆરટીએસ પાસે મોડલ ટાઉન રેસીડેન્સી એ/૩/૧૦૦૧ માં રહેતાં ૩૯ વર્ષીય રામદેવભાઇ સંપતલાલ જોશી સારોલી ખાતે રાધાકૃષ્ણ માર્કેટમાં હરીઓમ એન્ટરપ્રાઇઝ માં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. 

(5:14 pm IST)