Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વડોદરામાં બોગસ લોનના દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:લોન માટે અરજી કરનાર વ્યક્તિઓના બનાવટી લોનના કાગળો બનાવી ૬૯ કેસોમાં ૧.૭૬ કરોડ રૃપિયા મેળવીને છેતરપિંડી આચરવાના ગુનામાં ૧૪ વર્ષ પછી પકડાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, આરોપીઓ (૧) શાકીર મહંમદ શેખ (૨) પ્રવિણ વસંતભાઇ બરહાનપુરકર (૩) તુષાર શરદચંદ્ર કારલેકર (૪) ગજેન્દ્ર એસ. પરમાર (૫) અલ્પેશ એચ. શાહ અને (૬) હિતેશ એચ. સુથાર સપ્ટેમ્બર ૨૦૦૨ અગાઉ દિવાન હાઉસીંગ ફાયનાન્સ લિ. કંપનીમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવતા હતા. આરોપીઓએ ૧૯૯૮થી વર્ષ ૨૦૦૨ દરમિયાન  યોજનાબધ્ધ રીતે કાવતરૃં રચીને લોન અરજદારોના બોગસ લોનપેપર્સ બનાવ્યા હતા. આરોપીઓએ મિલકતની ખોટી રીતે તપાસ  કરી ખોટી કિંમત આંકી હતી. આ રીતે ૬૯ કેસમાં ૧.૭૬ કરોડ રૃપિયા મેળવી લીધા હતા. જે અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી. 

(5:13 pm IST)