Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમદાવાદમાં આવકવેરા વિભાગની ટીમે 30 હજાર કરોડની બિનહિસાબી આવક દરોડા પાડી ઝડપી

અમદાવાદગુજરાતના આવકવેરા ખાતાના ડિરેક્ટર જનરલ ઑફ ઇન્વેસ્ટિગેશનની વિંગના અધિકારીઓએ ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં ૩૧ દરોડા, ૧૬ તપાસ અને માહિતીને આધારે કરેલી તપાસના કેસોમાં મળીને કુલ રૂા.૨૯,૭૬૪ કરોડના બિનહિસાબી વહેવારો પકડી પાડય હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોએ જણાવ્યું હતું.

તેમાંથી એકલા અમદાવાદમાંથી રૂા. ૧૯૮૭૯.૮૩ કરોડની બિનહિસાબી આવક પકડાઈ છે. ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં દરોડામાં રૂા.૩૭૫૫ કરોડની બિનહિસાબી આવક અને તપાસમાં રૂા.૩૬૬૬ કરોડની બિનહિસાબી આવક પકડી પાડવામાં આવકવેરા ખાતાને સફળતા મળી હતી.

(5:12 pm IST)