Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

નવજીવન ટ્રસ્ટના ઉપક્રમે મહાત્મા ગાંધીનાં જન્મના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિતે રાત્રે નાટક

(કેતન ખત્રી) અમદાવાદઃ મહાત્મા ગાંધીના જન્મનાં ૧૫૦ વર્ષ અને નવજીવન ટ્રસ્ટની સ્થાપનાના ૧૦૦ વર્ષની ઉજવણી નિમિતે વર્ષ- ૨૦૧૯માં નવજીવન ટ્રસ્ટ દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત આજે શનિવારે આવિભવિ સ્કૂલ ઓફ ક્રિએટીવ આર્ટસનાં સહયોગમાં ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સાંજે ૭ કલાકે 'મહાત્મા- એક અનંત શકિત' નૃત્ય નાટિકા યોજાએલ છે. ભારતનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવન દ્વારા માનવીને મહત્વનાં મુલ્યો જીવનમાં ઉતારવાનો સંદેશો આપ્યો છે. મહાત્મા ગાંધીને સત્ય, અંતર શકિત, અહિંસા અને સદ્દભાવનામાં દ્રઢ શ્રધ્ધા હતી. આ નૃત્ય કાર્યક્રમમાં મહાત્મા ગાંધી જીવનમૂલ્યો સાથે કેવી રીતે જીવ ગયાં તેની સુંદર અભિવ્યકિત કરવામાં આવી છે. મહાત્મા ગાંધીના મૂલ્યો દરેક પેઢી માટે પ્રેરણાદાયી બની રહ્યા છે.

મહાત્મા એક અંનત શકિત નૃત્યમાં નેરેલવ વિઝયુઅલ્સ, ડાન્સ અને મ્યુઝિકનું સુંદર સંતુલન કરવામાં આવ્યું છે. ડાન્સર્સની ટીમ દ્વારા ભરતનાટયમમાં માધ્યમથી મહાત્મા ગાંધીના સંદેશને અભિવ્યકત કરાવામાં આવ્યો છે. આ નૃત્યનાટિકાની સંકલ્પના આલેખન અને નૃત્યશૈલી ડાયરેકટર શર્મિષ્ઠા સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ જણાવ્યું હતુ કે 'નવજીવન ટ્રસ્ટ દ્વારા મુંબઈનું નાટક 'મોહનનો મસાલો'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. 'મોહનનો મસાલો' નાટક એચ.કે.આર્ટસ કોલેજ હોલ ખાતે  રાત્રે ૯:૩૦ કલાકે યોજાનાર છે.(૩૦.૬)

(3:10 pm IST)