Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

કોંગ્રેસ ભૂંડા હાલે હારવાની :નેતાઓ હતાશાભર્યા : દેશમાં ઓછામાં ઓછી બેઠકો મળશે:વિજયભાઈ રૂપાણીના પ્રહાર

150 વર્ષ જૂની કોંગ્રેસની હાલત ખરાબ થશે. રાહુલ ગાંધીએ ત્રણ વખત માફી માગી

અમદાવાદ :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભૂંડા હાલે હારવાની છે, એટલે હતાશાભર્યા કોંગ્રેસના નેતાઓ બોલી રહ્યાં છે.

 વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે દેશમાં કોંગ્રેસને ઓછામાં ઓછી બેઠકો મળવાની છે. 150 વર્ષ જૂની કોંગ્રેસની હાલત ખરાબ થશે. રાહુલ ગાંધીએ ત્રણ વખત માફી માગી છે. સાથે જ પીએમ મોદીની સર્જીકલ સ્ટ્રાઇક બાદ આ શબ્દ પ્રચલિત બન્યો છે.

(1:37 pm IST)