Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ચોથીવાર ગર્ભવતી પત્ની દીકરીને જ જન્મ આપશે તેવી શંકાથી પતિએ તીક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

મણિનગર વિસ્તારમાં જય હિંદ સ્કૂલ પાસેની સોસાયટીમાં મિસ્ત્રી પરિવારમાં બનાવ ;લોહીલુહાણ હાલતમાં પત્ની હોસ્પિટલમાં દાખલ

અમદાવાદ :અમદાવાદના મણિનગરમાં ચોથીવાર ગર્ભવતી પત્ની દીકરીને જ જન્મ આપશે એવી આશંકાથી પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ગર્ભવતી મહિલાને 6 મહિનાનો ગર્ભ છે. પતિના  હુમલામાં પત્ની લોહીલુહાણ થઈ જતા  જેને સારવાર અર્થે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મણિનગર પોલીસે પતિની ધરપકડ કરી દીધી છે.

 આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના મણિનગર વિસ્તારમાં જય હિંદ સ્કૂલ પાસેની એક સોસાયટીમાં મિસ્ત્રી પરિવાર રહે છે. જેમને પહેલા ત્રણ દીકરીઓનો જન્મ થયો હતો. ફરીથી પત્ની ચોથીવાર ગર્ભવતી હોવાથી પતિને શંકા હતી કે ચોથી વાર પણ પત્ની દીકરીને જ જન્મ આપશે. જેના કારણે શંકાને આધારે પતિએ 6 માસની ગર્ભવતી પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો

   પતિના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પત્નીને સારવાર અર્થે મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે મહિલાના પિયર પક્ષનાં લોકોએ મણિનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મણિનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી લીધી છે

(1:13 pm IST)