Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લોકશાહીની હત્યા સમાનઃ બંધારણનું ખુલ્લેઆમ હનન :અમિતભાઈ ચાવડા

દુર્ભાગ્યપૂર્ણ નિર્ણંય સામે કોંગ્રેસ લોકશાહી ઢબે અને કાનૂની લડાઈ લડશે

અમદાવાદ : વિધાનસભાના અધ્યક્ષે મોરવા હડફના ધારાસભ્યને સસ્પેન્ડ કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

   ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવયું હતું કે, "પહેલા દિવસથી જ એમના જાતિ પ્રમાણપત્રને લઇને ખોટા કેસ કરાવ્યા છે. જ્યારે હાઇકોર્ટમાં ડબલ બેચમાં કેસ પેન્ડિંગ હોવા છતાં આ રીતનો નિર્ણય કરવામાં આવ્યો છે એ દુર્ભાગ્ય પૂર્ણ છે. આજે ગુજરાતમાં લોકશાહીની હત્યા સમાન નિર્ણય થઇ રહ્યા છે. બધારણ અને ન્યાયતંત્રની જોગવાઇઓ અને જે વ્યક્તિની બંધારણની જોગવાઇઓ છે તેનું ખુલ્લેઆમ હનન આ સરકારમાં થઇ રહ્યું છે.

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંવિધાનિક પદો છે મહામહિમ રાજ્યપાલ હોય કે વિધાનસભાના અધ્યક્ષ હોય આ પદો ઉપર ક્યાંકને ક્યાંક રાજકીય દબણ લાવીને નિર્ણયો કરવા પ્રયત્નો થયા છે. અમે ભૂપેન્દ્ર ખાંટ સાથે છીએ. કોંગ્રેસ આ અંગે કોર્ટમાં લડશે"

(1:00 pm IST)