Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વડોદરા-પાદરા હાઇવે પર ટેન્કરની ટક્કરથી એક્ટિવા ચાલાક પૂજારીનું મોત: ઘેરો શોક : ડ્રાઇવરની ધરપકડ

મહાકાળી મંદિરના પૂજારી મંદિરેથી સાંગમાં જતા રસ્તામાં ટેન્કરે ઠોકર મારી

વડોદરા પાદરા હાઇવે પર ટેન્કરે ટુવ્હીલરને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે. પાદરાનાં મહાકાળી મંદિરનાં પુજારી ટુવ્હીલર પર મંદિરેથી સાંગમાં તરફ જઇ રહ્યાં હતાં. પાદરા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ટેન્કર ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે.

    આ અંગે મળતી માહિતી મુજબ પાદરા-વડોદરા હાઇવે પર આજે સવારે પાદરામાં આવેલા મહાકાળી મંદિરનાં પૂજારીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. તેઓ એક્ટિવા પર મંદિરેથી સાંગમાં તરફ જઈ રહ્યા હતા ત્યાં જ પાછળથી ટેન્કરે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

   આ ઘટનાની જાણ વાયુ વેગે ગામમાં પ્રસરતા લોકોનાં ટોળેટોળા ત્યાં આવી ગયા હતાં. આખા ગામમાં દુખની લાગણી પ્રસરી ગઇ છે.

(12:57 pm IST)