Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

અમદાવાદ આરટીઓની લાલઆંખ :નિયમ પાલન નહીં કરનાર આઠ ડ્રાંઇવિંગ સ્કૂલના લાયસન્સ રદ

આરટીઓ દ્વારા શહેરની 300 જેટલી ડાઈવિંગ સ્કૂલોમાં વધુ તપાસ

અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા હવે ડ્રાઈવિંગ સ્કૂલો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. નિયમોનું પાલન નહીં કરનારી આઠ ડ્રાઈવિંગ સ્કૂલનાં લાઈસન્સ રદ્દ કરાયા છે.

   અમદાવાદ આરટીઓએ હવે નિયમોનું પાલન નહી કરનાર ડ્રાઇવિંગ સ્કૂલોને નોટીસ આપવાનું શરૂ કરી દીધુ છે. અત્યાર સુધીમાં અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ દ્વારા આઠ ડ્રાઈવિંગ સ્કૂલોને નોટીસ આપી દેવામાં આવી છે. તેમ છતાં જાણે કાયદાનો ડર નથી તેમ ડ્રાઈવિંગ સ્કૂલોએ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જેની સામે કડક પગલા લેતા આરટીઓએ લાઈસન્સ રદ્દ કરવાનું શરૂ કરી દીધુ છે. સાથો સાથ આરટીઓ દ્વારા શહેરની 300 જેટલી ડાઈવિંગ સ્કૂલોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેટલુ જ નહીં પણ લાઈસન્સ રદ્દ કરાયેલી સ્કૂલોનાં વાહનો રોડ પર દોડતા નજરે પડશે તો તેમના વાહનો ડીટેઈન કરી લેવામાં આવશે

(11:55 am IST)